Gujarat

આન… બાન.. શાન સાથે જોડિયા તાલુકાના આણદા ગામ મુકામે તાલુકા  કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન

જોડિયા તાલુકાના આણદા ગામે મામલતદાર જોડિયા શ્રી  એમ એમ કવાડીયાનાં  અધ્યક્ષ સ્થાને અણદા મુકામે પટેલસમાજ ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની આન.. બાન..શાન.. સાથે ઉજવણી કરવામાં આવી હતી. મામલતદારશ્રીએ દવજવંદન કરી રાષ્ટ્રદવજને સલામી આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન કરી તેઓએ પોલીસ ઇન્સ શ્રી વાઘેલા સાથેપરેડનું નિરીક્ષણ કર્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે, દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહીદોને નમન કરું છું. હર ઘર તિરંગા અભિયાનમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ જન જન ને જોડ્યા. અને નેશન ફર્સ્ટની ભાવના સાથે લોકોએ રાષ્ટ્રીય પર્વને લોકોત્સવ તરીકે ઉજવણી કરી પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પડ્યું છે. દેશ અને દુનિયાના નકશામા ગુજરાતે વિશેષ સ્થાન મેળવ્યું છે.
 
ગરીબ, વંચિત અને શોષિત તેમજ આવાસ વિહોણા 3 કરોડ લોકોને ઘરનું ઘર આપી સરકારે તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. જરૂરિયાતમંદ લોકોને સરકારની સીધી યોજનાનો લાભ મળે તે માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત થઈ છે અને આગામી સમયમાં 14મી શૃંખલાનું આયોજન કરાશે.
અનુસુચિત જાતિ અને જનજાતિઓના સર્વાંગી વિકાસ માટે સરકારે વનબંધુ સહિત અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. પર્યાવરણમાં સુધારો લાવવા, જમીનની ફળદ્રુફતા વધારવા તેમજ લોકોના આરોગ્યની ચિંતા કરીને સરકાર દ્વારા જૈવિક, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારે સોલાર રૂફટોપ યોજનાનું અમલીકરણ કરતા લોકોને આર્થિક ફાયદો તેમજ વીજળીનો બચાવ થયો છે.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ  રહે તે માટે સરકાર કટિબદ્ધ છે.  એક પેડ મા કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં માર્ચ 2025 સુધી 17 કરોડ વૃક્ષ વાવવાનું આયોજન છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમને પણ જોડિયા તાલુકાવાસીઓએ બહોળો પ્રતિસાદ આપી વધાવી લીધો. સમગ્ર તાલુકામાં  તા.૦૯ થી ૧૫ ઓગષ્ટ સુધી ઠેર ઠેર ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં અબાલવૃદ્ધ સૌએ દેશભક્તિની જ્યોત હૃદયમાં પ્રગટાવી ખૂબ ઉત્સાહ અને આદરભેર સહભાગી થયા અને રાષ્ટ્રધ્વજને ગૌરવભેર માન આપ્યું. તે બદલ સૌને શુભકામનાઓ પાઠવી હતી.
રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં જોડિયા  તાલુકાની વિવિધ શાળાઓના  તથા અણદા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક તેમજ દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ પુરૂષ પોલીસ પ્લાટુન,  હોમગાર્ડ પ્લાટુન, SPC કમાન્ડર,વિભાગની પરેડ યોજાઈ હતી.
બાદમાં મહાનુભાવોના હસ્તે  વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓની સુંદર સેવાઓ  બદલ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પર્વમાં તાલુકા વિકાસ અધિ શ્રી રોનક ઠોરીયા/ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી /જિલ્લા પંચાયત સભ્ય શ્રી ધરમશીભાઈ ચનિયારા /ચંદિકાબેન અઘેરાં તથા રસિકભાઈ ભંડેરી /તાલુકા પંચાયત સદસ્યશ્રી /અણદા ગામ આગેવાન વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ, મહેમાનો, પ્લાટુન કમાન્ડર શ્રીઓ, હોમગાર્ડ જવાનશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત હતા.
રિપોર્ટર=શરદ એમ.રાવલ.