Gujarat

નૂતન કેળવણી મંડળ સંચાલિત તમામ શાળા કોલેજોનો સંયુક્ત ૭૮મો સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ નૂતન કેળવણી મંડળ સંચાલિત તમામ શાળા કોલેજોનો સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એક સંયુક્ત ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજ  કેમ્પસમાં થયેલ. ધ્વજવંદન કાર્યક્રમના અધ્યક્ષ માન.  ડો.દીપકભાઈ શેઠ (કેન્સર સર્જન શ્રી મુ.લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર,સાવરકુંડલા ના વરદ હસ્તે કોલેજના એન.સી.સી. લેફ્ટનન્ટ ડો.એલ.એલ.ચૌહાણના નેતૃત્વમાં એન.સી.સી. કેડેટ્સ દ્વારા સંપૂર્ણ પ્રોટોકોલ સાથે ધ્વજ વંદન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રો.કે.કે.જાની પૂર્વ વાઈસ પ્રિન્સીપાલ,કાણકિયા કોલેજ તેમજ નૂતન કેળવણી મંડળના, કનુભાઈ ગેડીયા (ઉપપ્રમુખ))  જયંતીભાઈ વાટલીયા (ટ્રસ્ટી),  વિનુભાઈ રાવલ(ટ્રસ્ટી) તથા કોલેજના માતૃ સંસ્થા શ્રી વી.ડી.કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી એરોનોટિકલ ઓફિસર,જવાન ઉમંગ ભુપતાણી હા. નૈનીતાલ તેમજ જયદેવ રાઠોડ CRPF જવાન હા. છતીસગઢથી તથા શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજવંદન કાર્યક્રમ બાદ નૂતન કેળવણી મંડળ સંચાલિત શાળા કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ જુદી જુદી દેશભક્તિ અંગેની કૃતિઓ રજૂ કરેલ . સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ તેમજ હાજર રહેલ તમામ વિદ્યાર્થીઓને નૂતન કેળવણી મંડળ દ્વારા  ચોકલેટ આપી મોઢું મીઠું કરાવવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાણકીયા કોલેજના પ્રિ.ડો.એસ.સી.રવિયા તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફીસર  ડો.આશિષભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના આયોજન અને કાર્યક્રમની સફળતા માટે તમામ શાળા કોલેજના પ્રિન્સિપાલ  ડી.એલ.ચાવડા સાહેબ, પ્રિન્સિપાલ  આશિષભાઈ જોશી, પ્રિન્સિપાલ   ઉષાબેન તેરૈયા, પ્રિન્સિપાલ  ચેતનભાઈ ગુજરિયા તથા સમગ્ર સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવેલ અને ૭૮મો સ્વાતંત્ર્ય પર્વને યાદગાર બનાવેલ.
બિપીન પાંધી