Gujarat

ખડસલી પ્રાથમિક શાળામાં ૭૮ મો સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.. 

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં પ્રાથમિક શાળા ખાતે લોકશાળા ખડસલીના વિદ્યાર્થી પરેડ સાથે પ્રાથમિક શાળા ખાતે આવેલ   ત્યારબાદ ધ્વજવંદન   ખડસલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંતોકબેન નાગજીભાઈ ઢગલના હસ્તે કરવામાં આવે ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત તેમજ ઝંડા ગીત રજૂ કરવામાં આવેલ ત્યારબાદ પ્રમુખ સ્થાનેથી ગ્રામ પંચાયત સરપંચ શિલ્પાબેન ચેતનભાઇ માલાણી દ્વારા પ્રાસંગિક ઉદબોધન  કરવામાં આવેલ ત્યારબાદ તમામ  વાલીઓ તેમજ ગ્રામજનો  તમામને  મીઠા મોઢા કરાવ્યા .
આ કાર્યક્રમમાં લોકશાળા ખડસલીનો તમામ સ્ટાફ તેમજ પશુપાલન પોલિટેકનિક ખડસલીનો તમામ સ્ટાફ તેમજ પ્રાથમિક શાળા ખડસલીનો તમામ સ્ટાફ  જહેમત ઉઠાવી  ઉજવવામાં આવ્યો હતો એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી