તારીખ ૧૪/૦૮/૨૦૨૪ નાં રોજ સાવરકુંડલા તાલુકાની શ્રી ધજડી પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયત દ્વારા ” એક પેડ માં કે નામ ” કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વૃક્ષો એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યના છે તેના કારણે થતા પર્યાવરણના જતનની માહિતી આપવામાં આવી સાથે ‘ વૃક્ષો વાવો વરસાદ લાવો ‘, ‘વૃક્ષ છે તો જીવન છે’ વૃક્ષ દ્વારા પર્યાવરણનું જતન થાય છે વગેરે માહિતી આપવામાં આવી તથા ધજડી ગામના સ્મશાન ગૃહમાં વિશાળ પ્રમાણમાં વૃક્ષો રોપવામાં આવ્યા અને દરેક વૃક્ષનું જતન કરી પર્યાવરણમાં યોગદાન આપવા વિનંતી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં શ્રી ધજડી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ ધડુક, તલાટી કમ મંત્રી દર્શિકાબેન
રાઠોડ તથા ધજડી પ્રાથમિક શાળાના આચાર્ય રવજીભાઈ બગડા તથા AIF કોર્ડીનેટર વિનોદભાઈ વિંઝુડા, FHW રીંકલબેન રાઠોડ તથા આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો, વિદ્યાર્થીઓના વાલીઓ તથા વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકો તેમજ ગ્રામ્ય અગ્રણીઓ તથા ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. વાવેલા વૃક્ષનું જતન કરી પર્યાવરણમાં પોતાનું યોગદાન આપવા શુભેચ્છા વ્યક્ત કરી હતી.
બિપીન પાંધી

