છોટાઉદેપુર જિલ્લાના પલાસણી પાસે તોતિંગ વૃક્ષ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી – કવાંટ રોડ ઉપર પલાસણી પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો.છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ જાતે વૃક્ષ કાપી રસ્તો ચાલુ કરાવ્યો હતો.સાંસદની જનસેવાકાર્ય વૃત્તિ સામે આવી છે.

સ્વતંત્રતા પર્વની ઉજવણી કાર્યક્રમમાંથી પરત ફરતા ટ્રાફિક જામ જણાતા સાંસદ ગાડીમાંથી ઉતરીને ઘટના સ્થળે પહોંચ્યા હતા.સ્થળ ઉપર DYSP કે એચ સૂર્યવંશી અને પોલીસ સ્ટાફ પણ મોજુદ હતો.સાંસદ અને DySp પણ ઝાડ કાપીને હટાવવામાં જાતે કામે લાગ્યા હતા.સાંસદે પાળિયું લઈ વૃક્ષની ડાળીઓ પણ કાપી હતી, રસ્તો ખુલ્લો કરી સાંસદ અને DYSP એ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.આ સાથે સાંસદ જાતે ટ્રાફિક ને હળવો કરવામાં મદદરૂપ બન્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

