Gujarat

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા જેતપુરપાવી તાલુકામાં રસ્તાઓનું ડામર, નવીનીકરણ માટે કુલ ૪ (ચાર) રસ્તાઓ ૧૦ કરોડના ખર્ચે મંજૂર કરવા આવ્યા

અવિરતપણે ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારનો વિકાસ પુર ઝડપે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા જેતપુરપાવી તાલુકામાં રસ્તાઓનું ડામર, નવીનીકરણ માટે કુલ ૪ (ચાર) રસ્તાઓ ૧૦ કરોડના ખર્ચે મંજૂર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેવો  છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં વધુ વિકાસ કઈ રીતે કરી શકાય તે અંગે સતત પ્રયત્ન કરી રહ્યા છે.
ત્યારે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રસ્તાઓનું નવીનીકરણ માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે છોટાઉદેપુર વિધાનસભામાં આવતા કદવાલ ઝોઝા ફળીયાને જોડતો રોડ,સટુણ ગામે મનજી ડુંગરી થઈ વસનગઢને જોડતો રોડ,મુવાડા કાછલા ફળીયા, સાગણ ફળીયાથી ચુલીને જોડતો રોડ અને ઉમરવા સ્મશાનથી ચીચોડ ગોલા ગામડીને જોડતા આ ચાર રસ્તાઓ ૧૦ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે. જેને લઈને આ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નો આભાર માની રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર