જામનગરમાં નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના સાર્વાજનિક શોભાયાત્રાનું આયોજન થયું છે.
આ અંગેના બેનરો શહેરના વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા હતાં. પરંતુ આ બેનર મનપાની એસ્ટેટ શાખાએ દૂર કરતા વિરોધ સાથે વિવાદનો વંટોળ ઉભો થયો છે.
આ કાર્યવાહી જેની સૂચનાના પગલે કરવામાં આવી તે મનપાના એસ્ટેટ શાખાના અધિકારી એન.આર.દિક્ષિતે જણાવ્યું હતું કે, મંજૂરી વગર આ બેનરો લગાવાયા હતા અને સર્કલમાં બેનરો લગાડવાની મંજૂરી નથી.
બીજી બાજુ તહેવાર ટાંકણે અચાનક આ પ્રકારની કામગીરીથી મનપાને ગેરકાયદેસર બાંધકામો અને અડીંગા દેખાતા નથી સહિતની તરેહ-તરેહની ચર્ચા સાથે ભારે રોષની લાગણી ફેલાઇ છે.

