Sports

દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટ સાક્ષીને જોતા જ ધ્રુસક ને ધ્રુસકે રડવા લાગી, કહ્યું- હું ખૂબ ભાગ્યશાળી છું

ભારતની દીકરી વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી દિલ્હી પરત આવી પહોંચી છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર સેંકડો લોકોની ભીડ અને તેના પરિવારને જોઈને તે ભાવુક થઈ ગઈ અને રડી પડી હતી.

વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે દિલ્હી એરપોર્ટની બહાર હાથમાં તિરંગો લઈને એકતા દર્શાવી હતી. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા પણ હાજર હતા.

તેના આંસુ રોકાતા ન હતા. તેની પીડા જોઈને બધા ભાવુક થઈ ગયા હતા. તેના પરિવાર ઉપરાંત ભારતના સ્ટાર રેસલર ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ તેનું સ્વાગત કરવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા.