Gujarat

શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ વંડામાં યોજાયેલ રક્ષાબંધન પર્વ

ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પર્વ અને પ્રતિક એટલે રક્ષાબંધન.આ પર્વ તા.૧૭ ઓગષ્ટના રોજ શાળા શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ-વંડામાં ધામ ધૂમથી ઉજવવામાં આવ્યું હતું. શાળાની દરેક વિધાર્થીની બહેનોએ સહુ ભાઈઓને કુમકુમ તિલક કરી કંકૂ ચોખાથી વધાવી રાખડી બાંધી હતી.
તેમજ ભાઈઓની દિર્ઘાયુ તથા સ્વાસ્થ્યપૂર્ણ જીવનમાટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.શાળાના વરિષ્ઠ શિક્ષક પ્રવિણભાઇ ઝિંઝુવાડીયાએ રક્ષાનું મહત્ત્વ, શ્રી મનોરમાબહેને તેમજ શ્રી ઉમાબેન સાંઢસુરે ઐતિહાસિક દ્રષ્ટાંતો સાથે ભાઇ બહેનના પ્રેમ બલિદાન અને રક્ષણ વિશે વકત્વ્યો આપ્યા હતા. આ તકે બહેનોએ વિધાર્થી ભાઈઓ પાસે રક્ષા તેમજ દેશના આદર્શ નાગરીક બનવા ઉપરાંત વ્યસન જેવા દુર્ગુણો ત્યજવા વચનો માંગ્યા હતા.
 
કાર્યક્રમ સાથો સાથ બહેનો દ્વારા ભાઈ બહેનોના રાખીના ગીતોનું સંગીત પણ રજુ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ એક ઉત્સવ બની રહ્યો તેમજ આચાર્યશ્રીએ બાળકોને જીવનમાં કુંટુંબ ભાવના અને પ્રેમ, લાગણી, માન, સન્માન વિગેરે વિશે બોધપાઠ આપ્યા હતા. શાળા તરફથી દરેક બહેનોને રક્ષાબંધન ભેંટ પણ આપવામાં આવી હતી. એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી