છેલ્લા એક અઠવાડિયાથી કલકતા R G Kar મેડીકલ કોલેજમાં એક ટ્રેની ડોક્ટર પર થયેલ બળાત્કાર અને તેની હત્યા પછી સતત ઘટનાઓ બની રહેલ છે. આ બાબતને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્ર વ્યાપી એક દિવસની હડતાલનું આયોજન કરેલ છે. દર્દી ઓના ભલા માટે ડોક્ટરો સતત કાર્યરત છે. અને IMA ઉના, દીવ તે બાબતથી વિદિત છે કે એક દિવસની હડતાલથી દર્દી ઓને હાલાકીનો સામનો કરવો પડી શકે એમ છે.
પરંતુ જો ડોક્ટર સુરક્ષિત નથી તો તેઓ દર્દીઓની સારવાર અને સેવા કઈ રીતે પુરી પડી શકે. આજ સૌથી મોટો અને મૂંઝવતો પ્રશ્ન છે તે બાબતે I MA. ઉના, દીવ દ્વારા એક રેલીનુ આયોજન કરીને આ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
1- I.M.A દ્વારા અમુક બાબતો અંગે સત્વરે પગલા લેવાય તેવી માગણી સાથે તમામ ડોક્ટર્સને તેમના કાર્ય સ્થળે સંપુર્ણપણે સુરક્ષિત રાખવા માટેના પગલાં તાત્કાલિક ધોરણે ભરવા તથા તમામ સ્થળો એ ડોક્ટરની સુરક્ષા વ્યવસ્થા સચવાય અને કોઈપણ પ્રકારની અઘટિત ઘટના બનતી રોકી શકાય તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી તથા તે બાબતે તેવી વ્યવસ્થાબને તેટલી જડપથી ઉભી કરવી.
2- લાંબા સમયથી પડતર રહેલો ડોક્ટરો પર થતા હુમલા ઓ અટકાવવા માટે રાષ્ટ્રીય લેવલ કડક કાયદો અસ્તિત્વમાં લાવવો જેથી સમજમાં કોઈપણ વ્યક્તિ ડોક્ટરને કાર્ય સ્થળ પર ઇજા પહોંચાડતા અથવા જાનલેવા હુમલો કરતા અટકાવવામાં મદદરૂપ બને અને સમાજમાં આ બાબતની નોંધ લેવાઈ કે આ પગલું કેટલી રીતે અને કઈ રીતે સમાજના પોતાના માટે હાનિકાર છે.
3- જાહેર સ્થળ તથા કાર્ય સ્થળ એ સ્ત્રીની સુરક્ષાની જવાબદારી સમાજ તરીકે આપણે સહુ લઇ શકીયે. અને સમાજ આ બાબતે જાગૃત થઇ અને તેના માટે યોગ્ય પગલા લેવાઈ તેવી ખાતરી અપાવવી આ સાથે I.M.A ઉના, દીવ દ્વારા ડે.કલેકટરને આવેદન આપી કલકતા ખાતે બનેલ અત્યંત ધૂનાદ ઘટનાને વખોડી કાઢી હોસ્પિટલ અથવા અન્ય કોઈપણ સ્થળે આ પ્રકારની ઘટના ન બને તે માટે ના પગલા સત્વરે ઓથોરિટી દ્વારા તમામ લેવલેથી લેવાઈ તે બાબતેની માંગ કરી હતી.

