Gujarat

સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીની સી. સી. આઈ. ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક થતાં સાવરકુંડલા શહેરમાં હર્ષની લાગણી પ્રસરી

ગત તારીખ ૧૬ ઓગસ્ટના અંબાજી માતાના સાનિધ્યમાં કન્ઝ્યુમર કોન્ફડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા નેશનલ કન્વેન્શનનું આયોજન કરવામાં આવેલ જેમાં દેશના જુદા જુદા ૨૫ રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણીને સી. સી. આઈ. ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી મળેલ જે બદલ રમેશભાઈ હિરાણીને તેમના મિત્રો શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.
તેમને આ જવાબદારી મળતાં પોતે સાથી મિત્રો વડીલોના માર્ગદર્શન અને આશીર્વાદ બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. આમ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ હવે પોતાના અવાજ રાજય કક્ષાએ પણ  બુલંદ રીતે રજૂ કરી શકશે.
બિપીન પાંધી