Gujarat

ઉના તાલુકા આમોદ્રા ખોડિયાર આશ્રમ છેલ્લા ૨૨ વર્ષની પરંપરા અનુસાર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શ્રાવણીપર્વ ભવ્ય રીતે ઉજવાયું…

વેદોક્ત વિધિ પૂર્વક નૂતન યજ્ઞોપવિત ધારણ કરી

ઉનાનાં આમોદ્રા ગામે આવેલ શ્રી ખોડિયાર આશ્રમમાં છેલ્લા ૨૨ વર્ષની પરંપરા મુજબ ઉના તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા ભરનાં સેંકડો ભુદેવ જનોની ઉપસ્થિતિમાં શાસ્ત્રી રમેશભાઈ દીક્ષિત, મુકેશભાઈ જોશી દ્વારા ખોડિયાર આશ્રમ આમોદ્રાના મુકસેવક હસુદાદાના યજમાન પદે વેદોક્ત વિધિ પૂર્વક નૂતન યજ્ઞોપવિત ધારણ કરાવેલ.
હર હર મહાદેવ અને ગાયત્રી મંત્રના નાદ સાથે વાતાવરણ પુલકિત થઈ ઉઠેલ ખોડિયાર આશ્રમના બ્રહ્મ પ્રેમી બ્રહ્મલીન સંત શ્રી ભોળગીરી બાપુના શુભાષીશ સાથે છેલ્લા ૨૨ વર્ષથી આ કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ કાર્યક્રમનાં અંતે ભુદેવોનું સ્નેહ મિલન તેમજ મહાપ્રસાદ દરમ્યાન સેંકડો ભુદેવો જનો પંગતે બેસી પ્રેમ ભાવથી ભાવતા ભોજન પીરસવાનું ભગીરથ કાર્ય આમોદ્રા ગામ સમસ્તનાં સેવાભાવી યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ પણ બે દિવસ સુધી કરી ધન્યતા અનુભવે છે.