દેવાધિદેવ મહાદેવની ભક્તિ- ઉપાસનાનો શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટ જિલ્લાના વેરાવળ-શાપર ના શિવાલયોમાં ત્રણ પ્રહરની મહાપૂજા સાથે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસનાં પ્રારંભ સાથે ભાવિકોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે.
શ્રાવણ માસના પ્રારંભે સોમવારે વેરાવળ-શાપર સહીત ના વિવિધ શિવાલયોમાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મહાદેવને વિવિધ અલૌકિક શ્રૃંગાર કરી દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવને રીઝવવા માટે ભાવિકો પૂજા, પાઠ, દર્શન, વ્રત, ઉપવાસ કરતા હોય છે ત્યારે સોમવારે સવારથીજ ભાવિકો શિવાલય ખાતે પૂજા, દર્શન કરવા પહોંચી ગયા હતા.
સોમવારે ની સાંજે વેરાવળ ની શાન્તિધામ સોસાયટી માં આવેલ નીલકંઠ મહાદેવ મંદીર ખાતે દીપમાળા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યા માં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. તેમજ સાંજે રુદ્રાભિષેક,જલાભિષેક,વગેરે યોજાઈ છે. તેમજ દર્શન નો લ્હાવો લય ધન્યતા અનુભવી હતી.જેમાં આ તકે પૂજારી ભાવેશગિરી ગોસ્વામી,બુટ્ટાભાઈ જોગરાણા તેમજ ગ્રામ પંચાયત સદસ્ય અનિરુદ્ધસિંહ વાઘેલા અને રામસીંગભાઈ જાદવ,જયેશભાઈ નિમાવત,કમલેશભાઈ છત્રભુજ,જગદીશભાઈ જોગરાણા,રમેશભાઈ જેન્તીભાઇ, અદા,બાગુભા જાડેજાસહીત ના જોડાયા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

