Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં કોલકત્તા જેવી ઘટના બનતા બચી હતી. છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સ સાથે છેડતીની ઘટના સામે આવી છે

હાલ આખા ભારતમાં કોલકતાની મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાના પડઘા પડી રહ્યાં છે. ઠેર ઠેર સરકારી હોસ્પિટલના તબીબો વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવી રહ્યાં છે. હોસ્પિટલમાં કામ કરતા તબીબો અને નર્સીંગ સ્ટાફની સલામતી અંગેનો કાયદો ઘડવાની માગ કરવામાં આવી રહીં છે.
ત્યારે હવે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવતા નર્સ સાથે હચમચાવી નાખે તેવી ઘટના બનવા પામી છે. જોકે આ મામલે છોટાઉદેપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર