છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોની શાળાઓના બાળકોને દૂધ સંજીવની યોજના અંતર્ગત મળી રહ્યું છે ફ્લેવર્ડ દૂધ
પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં વિટામીન, પ્રોટિન, કેલ્શીયમ અને ક્ષાર તત્વની ઉણપ દૂર કરી તેના આરોગ્યમાં સુધારો થાય અને તેનો શારીરિક અને માનસીક વિકાસ થાય તે હેતુથી સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના અમલી બનાવાઈ છે.
આ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય ૨૦૦ મી.લી. ફ્લેવર્ડ દૂધ પૂરુ પાડવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોની શાળાઓના બાળકોને પણ દૂધ સંજીવની યોજના અંતર્ગત ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવામાં આવી રહ્યું છે. શાળાના ભૂલકાઓ ઉત્સુકતાથી આ દૂધ પીવે છે. આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓમાં કુપોષણની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

