ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સુચના અનુસાર સદસ્યતા અભિયાન 2024 માટે છોટાઉદેપુર જિલ્લાના સંયોજક સહ સંયોજક અને મંડલ સંયોજક સહ સયોજકના નામોની યાદી જાહેર કરી છે.

જેમાં જિલ્લાના સંયોજક અને સહ સંયોજકમાં જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, બોડેલી મંડળના મહામંત્રી પરિમલભાઈ પટેલ, કવાંટ મંડળના મહામંત્રી રવિશભાઈ ભીલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવાને બનાવાયા છે. એમ ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ મંડળ વાઇઝ સંયોજક અને સહ સંયોજકની નિમણૂક કરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

