પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની ફિલ્મ કલ્કી ૨૮૯૮ એડી ૨૭ જૂનમાં ઘરોમાં રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને લોકો તરફથી પણ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડથી વધારેનો બિઝનેસ કર્યો હતો. જે લોકો ફિલ્મ સિનેમા ઘરમાં જાેઈ શક્યા ન હતા તેમના માટે કલ્કી ૨૮૯૮ એડી ઓટીટી પર રિલીઝ કરી દેવામાં આવી છે. કલ્કી ૨૮૯૮ એડી ફિલ્મ ઓટીટી પ્લેટફોલ્મ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ કરી દેવામાં આવી છે.
આ ફિલ્મને પણ રિલીઝ થયાની સાથે જ અનેક લોકો જાેઈ ચૂક્યા છે. અને જે લોકોએ આ ફિલ્મ જાેઈ છે તે લોકો હવે સોશિયલ મીડિયા પર પ્રભાસને ટ્રોલ કરી રહ્યા છે. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ જાેયા પછી યુઝર્સ પ્રભાસના પાત્રને લઈને પોતાની ટીપણી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી રહ્યા છે. કલ્કી ૨૮૯૮ એડી ફિલ્મ જ્યારથી ઓટીટી પર રિલીઝ થઈ છે ત્યારથી પ્રભાસનું પાત્ર જ ચર્ચાનો વિષય છે. ઓટીટી પર કલ્કી ૨૮૯૮ એડી ફિલ્મ જાેયા પછી લોકો અરશદ વારસીને સાચો ગણાવીને તેનો સપોર્ટ કરી રહ્યા છે.
બોક્સ ઓફિસ પર ફિલ્મને શાનદાર રિવ્યુ મળ્યા હતા પરંતુ કલ્કી ૨૮૯૮ એડી ફિલ્મના ડિજિટલ રિલીઝ પછી ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મફ્રી રહ્યો છે. જે લોકો ફિલ્મ જાેઈ ચૂક્યા છે તેઓ સોશિયલ મીડિયા પર એવું કહી રહ્યા છે કે ફિલ્મ સારી છે પરંતુ ભૈરવના પાત્રમાં પ્રભાસ ખરેખર જે રીતે અરશદ વારસીએ કહ્યું તે રીતે જાેકર જેવો લાગે છે.
એક યુઝરે તો ત્યાં સુધી કહી દીધું કે, “અરશદ વારસી ખોટો છે. જાેકર તો મજેદાર હોય છે પરંતુ કલ્કી ૨૮૯૮ એડી ફિલ્મમાં પ્રભાસ જરા પણ મજેદાર નથી લાગતો”. અન્ય એક યુઝરે એવું લખ્યું છે કે “ અરશદ વારસીએ પ્રભાસને જાેકર જેવો કહીને કંઈ જ ખોટું નથી કહ્યું, તેને પણ પ્રભાસનું પાત્ર પસંદ નથી આવ્યું.” અનેક લોકો એવા છે જે સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કરી રહ્યા છે કે ખરેખર કલ્કી ફિલ્મમાં પ્રભાસ જાેકર જેવો લાગે છે અને તેના સીન પણ ખૂબ જ ખરાબ છે.
એક યુઝરે કોમેન્ટ કરીને એવું પણ લખ્યું છે કે, “બાહુબલી સિવાય પ્રભાસ એક પણ ફિલ્મમાં માસ્ટર ક્લાસ કહેવાય તેવી એક્ટિંગ કરી શક્યો નથી. તે ખરેખર ક્રાઉડ પુલર કલાકાર છે પરંતુ એક્ટિંગની બાબતમાં તે એવરેજ સાબિત થયો છે. અર્શદ વારસી ૧૦૦% સાચો છે કલ્કી ૨૮૯૮ એડી ફિલ્મમાં પ્રભાસ જાેકર જેવી જ એક્ટિંગ કરે છે.”