Gujarat

પ્રાચીન દામોદર કુંડે સ્નાન કરી પિતૃ મોક્ષાર્થે પીપળે પાણી ચઢાવવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં,લોકોએ પિતૃ તર્પણ, દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું

સોમવતી અમાસે એટલે કે ભાદરવી અમાસે દામોદર કુંડના કાંઠે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.જ્યા લોકોએ પોતાના પિતૃઓના મોક્ષ માટે પીપળે પાણી ચડાવી પ્રાર્થના કરી હતી.અહીં નરસી મેહતાના પિતાજીનું શ્રાદ્ધ કૃષ્ણ ભગવાને નરસી મેહતાનું રૂપ ધારણ કરી કર્યું હતું એટલે પિતૃઓના મોક્ષ માટે અહીં સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે.

શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસનો પવિત્ર સંયોગ સર્જાયો છે ત્યારે ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડ ખાતે આજે સવાર થી જ લાખોની સંખ્યામાં ભાવિકો તેમના પિતૃ તર્પણ માટે આવી પહોંચ્યા હતા. રાજ્યના પ્રસિદ્ધ દામોદર કુંડ ખાતે આજે સોમવતી અમાસના પવિત્ર દિવસે મોટી સંખ્યમાં ભાવિકો ઉમટી પડ્યા હતા. દામોદર કુંડમાં સ્નાન કરી પોતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી.

જુનાગઢના દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે બારેમાસ ભાવિકો આવતા હોય છે અને અહીં સ્નાન કરી અને અહીં આવેલા પારસ પીપળે જળ ચડાવી પોતાના પિતૃના મોક્ષ માટે પ્રાર્થના કરતા હોય છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે સોમવતી અમાસ ના દિવસે લોકોએ પિતૃ તર્પણ કરી પોતાના પિતૃઓના મોક્ષ સાથે પ્રાર્થના કરી હતી.