Gujarat

વર્ષ ૨૦૨૪માં ઠંડી તમામ રેકોર્ડ તોડી દેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી

વર્ષ ૨૦૨૪ દેશવાસીઓ માટે આકરો બની રહ્યો છે. આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે, તો ચોમાસું પણ ભારે રહ્યુ છે. ત્યારે હવે કડાકાની ઠંડી માટે પણ તૈયાર રહેજાે. કારણ કે, આ વર્ષે ઠંડી તેના તમામ રેકોર્ડ તોડી દેશે તેવી હવામાન વિભાગ (India Mªeorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. દેશમાં ચોમાસું મોડું આવ્યું છે. પરંતુ હવે બરાબરનું જામ્યું છે. હજી પણ સપ્ટેમ્બર મહિનો ભારે જવાનો છે. આ વચ્ચે આગામી ઠંડીની સીઝનની ભવિષ્યવાણી થઈ ગઈ છે. લા નીનાની સૌથી મોટી અસર આગામી ઠંડીની સીઝન પર પડશે. વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું કે, લા-નીનાથી બંગાળની ખાડીનું તોફાન ઉત્તર ભારતમાં ઠંડી વધારે દેશે.

ભારતીય હવામાન વિભાગ ડાયરેક્ટર ડો.મૃત્યુંજય મહાપાત્રાએ આગાહી કરતા કહ્યું કે, એટલે કે લા- નીનાથી ચોમાસાને ખાસ અસર નથી થઈ, પરંતુ જાે શિયાળા પહેલાં લા-નીના પરિસ્થિતિ ઊભી થઈ તો ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડવાની છે. તેમણે કહ્યું કે, હાલ પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સપાટીનું તાપમાન સરેરાશથી વધુ છે. પૂર્વમાં સરેરાશની નજીક કે નીચે છે. બંને છેડાના તાપમાન વચ્ચે અનસો ન્યૂટ્રલ (ન અલનીનો, ન લા-નીના) પરિસ્થિતિઓ બનેલી છે.

લા-નીના પરિસ્થિતિ ચોમાસાના અંતિમ સપ્તાહ કે તે પછી જ વિકસિત થશે. લા-નીનાના સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન બનવાની ૬૬ ટકા શક્યતા છે.

શિયાળામાં નવેમ્બરથી જાન્યુઆરી, ૨૫ સુધી ઉત્તર ગોળાર્ધમાં રહેવાની શક્યતા ૭૫ ટકાથી પણ વધુ છે. લા નીના ભારતના ચોમાસાને અસર કરે તેવી શક્યતા નથી દેખાતી તેવું હવામાન વિભાગનું કહેવું છે. તે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે બનશે. ત્યાં સુધી ચોમાસાની સીઝન પૂરી થઈ જશે. દક્ષિણ ભારતના ચોમાસાને તે અસર કરે તેવી શક્યતા છે, કારણ કે, ઓક્ટોબરના અંતથી અહી ચોમાસું શરૂ થાય છે. લા-નીનાને કારણે બંગાળની ખાડીમાં સમુદ્રી તોફાનની એક્ટિવિટી વધી જાય છે અને ઉત્તર ભારતમાં સખત ઠંડી પડે છે.