ગતરોજ સુરત શહેર ખાતે યોજાયેલ કલા ઉત્સવમાં જય જય ગરવી ગુજરાત થીમ આધારિત ક્યૂ.ડી.સી. કક્ષાએ ચિત્રકામ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં શ્રીમતી ક.લ.શં. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગર્લ્સની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
જે પૈકી માધ્યમિક વિભાગમાં ધોરણ 10 ની વિદ્યાર્થીની વઝીર જાનવી પોપટજીએ પ્રથમ ક્રમ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 12 ની વિદ્યાર્થીની ભગત ભૂમિ ગણેશભાઈએ પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
આ ઝળહળતી સિદ્ધિ બદલ શાળાનાં આચાર્યા ડો.ફાલ્ગુનીબેન પટેલ તથા વહીવટી સમિતિનાં અધ્યક્ષ એડ.નીલમબેન શાહે શાળાનાં શિક્ષિકા મુનિરાબેન હમદાની તથા તમામ વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં.

