Gujarat

જામનગરમાં ડીકેવી સર્કલ પાસે લાઈવ ટ્રી હોટલમાં આગ લાગતા અફરા-તફરી મચી, હાઇડ્રોલિક ફાયર ફાઈટરની મદદથી કાબૂ મેળવાયો

જામનગરના બેડીબંદર રોડ પર ડીકેવી સર્કલ પાસે આવેલી લાઈમ ટ્રી હોટલમાં ચોથા માળે આવેલા એક રૂમમાં અકસ્માતે આગ લાગી હતી, આગના દ્રશ્યો ચો તરફ દેખાયા હતા.

ત્યારે ફાયર શાખાએ હાઇડ્રોલિક ફાયર ફાઈટરનો ઉપયોગ કર્યો હતો, અને ચોથા માળે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઇ લેતાં વધુ નુકસાની અટકી છે. તેમજ સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ લોકોના ટોળા એકત્ર થયા હતા.

જામનગરમાં ડીકેવી કોલેજ રોડ ઉપર ધનવંતરી ગ્રાઉન્ડની સામે આવેલી લાઇમ ટ્રી હોટલ, કે જે ત્રીજા અને ચોથા માળે આવેલી છે. જે હોટલના ચોથા માળે 8 નંબરના રૂમમાં અકસ્માતે આગ લાગી હતી.

જે હોટલ લાઈમ ટ્રી ઉપર ફાયર ફાઈટર છેક ચોથા મળે પહોંચાડવામાં આવ્યો હતો, અને ટાવર લેડર મારફતે પાણીના બે ટેન્કરોનો મારો ચલાવી ફાયર બ્રિગેડની જેહેમતને લઇને આગ સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી હતી.