રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળની કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાના નવરાત્રી રાસ, અર્વાચીન ગરબા અને પ્રાચીનગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.
આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ કુલ ત્રણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. જેમાં રાસ માટે ૧૪ થી ૪૦ વર્ષની વયજુથમાં આવતાં સ્પર્ધકો, જ્યારે પ્રાચીન તથા અર્વાચીન ગરબામાં ૧૪ થી ૩૫ વર્ષ સુધીની વયજુથમાં આવતાં સ્પર્ધકો ભાગ લઇ શકશે. આ તમામ સ્પર્ધાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. ટીમની સંખ્યા ૧૪ થી ૧૬ અને સહાયકની સંખ્યા ૪ રહેશે. આ સ્પર્ધામાં કૃતિ રજૂ કરનાર સંસ્થા/વૃંદ કોઈપણ સંજોગોમાં ઈલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ/ઓર્ગનનો ઉપયોગ કરી શકશે નહીં.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ કચેરીના મો-૯૯૦૯૫૫૧૦૩૧ પર સંપર્ક કરીને મેળવી લેવાનું રહેશે. તેમજ આધારકાર્ડની નકલની સાથે રાખી તારીખ ૧૩/૦૯/૨૦૨૪ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, સી-૫. પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, છોટાઉદેપુર ખાતે રૂબરૂ, પોસ્ટ, કુરીયર અથવા ઈમેલ dydo-sycd-chupr@gujarat.gov.in પર સ્વીકારવામાં આવશે. સ્પર્ધાની તારીખ અને સમય પછીથી જાણ કરવામાં આવશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
