Gujarat

જામનગર શહેરમાં સૌપ્રથમ વખત જોવા મળ્યા કાળા તેતર પક્ષી

જામનગર પક્ષીઓ માટે સ્વર્ગ કહેવામાં આવે છે અહીં દર વર્ષે પક્ષી જગત માટે કંઈક નવું જાણવા જોવા મળે છે, આ વર્ષે પણ બ્લેક ફ્રેંકોલીન એટલે કે કાળા તેતર અહીં જોવા મળ્યા જે અનોખી ઘટના છે.

જામનગરના પક્ષી પ્રેમી અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર યશોધનભાઈ ભાટિયા,આશિષ પાણખાણીયા અને હિરેન ખમભાયતા સમાણા વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ કરવા ગયા હતા તે દરમિયાન તેવો ને બ્લેક ફ્રેંકોલીન એટલેકે કાળો તેતર પક્ષીના અવાઝ સાંભળવા મળ્યા સામાન્ય રીતે આ પક્ષી ગુજરાતઁના કચ્છ સિવાય કોઈ જગ્યા એ નોંધ થયું નથી એટલે આ કાળા તેતર નો અવાઝ સાંભળી આ પક્ષીવિદો ચોંકી ઉઠ્યા હતા.

જામનગરમાં કાળા તેતરનો અવાઝ ખટિયા વીડી વિસ્તારમાં સાંભળવા મળતા પક્ષીવિદો આ જ પક્ષી છે કે તે નહીં તે સાબિત કરવા કલાકો સુધી વિડી વિસ્તારમાં કેમેરા અને બાયનોક્યુલર લઈ ફરી વળ્યાં અને તેવોના આશ્ચર્ય વચ્ચે તેમને 6 થી વધુ કાળા તેતર જોવા મળ્યા હતા.વર્ષો પૂર્વે જામસાહેબ રણજીત સિંહજી દવારા આ જ વિસ્તારમાં કાળા તેતર ની 500 પેર બહારથી લાવી છોડવામાં આવી હતી પરંતુ કોઈ કારણોસર પાંચ વર્ષમાં અહી આ પ્રજાતિ ફરી લુપ્તથી ગઈ હતી પણ…, આજે વર્ષો બાદ જામનગરમાં સમગ્ર ગુજરાતમાં કચ્છ બાદ પ્રથમ વખત કાળો તેતર પક્ષી જોવા મળ્યું તેનો આનંદ તો આ ત્રણ પક્ષી પ્રેમીઓને હતો જ પણ એક બીજી અનોખી ઘટના એ હતી કે, પચરંગી તેતર અને કાળો તેતર બંને એક જ જગ્યા એ જોવા મળ્યા જેનોં હજું સુધી કોઈ સાયન્ટિફિક રેકર્ડ નથી જે જામનગર માં બન્યો. જામનગરના ખટિયા વિડી માં કાળા તેતર જોવા મળતા જામનગર અને સમગ્ર ગુજરાતના પક્ષી પ્રેમીઓ માં એક રોમાંચ જોવા મળી રહ્યો છે.