Gujarat

અમરેલીના દરિયા કાંઠે દારૂ ઘૂસાડનારા એક ઈસમને LCBએ 352 બોટલ દારૂ સાથે ઝડપી લીધો, ફરાર થયેલા બે શખ્સોની શોધખોળ શરૂ

અમરેલી જિલ્લામાં દરિયા કાંઠાના ગ્રામ્ય વિસ્તારથી ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર શરૂ થાય છે જેના કારણે ઉના, દિવ તરફથી વાંરવાર જાફરાબાદ પંથકના દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં દારૂ ઘૂસાડવાની ઘટનાઓ સામે આવતી હોય છે વાંરવાર બુટલેગરો હેરાફેરી કરતા સામે આવી રહ્યા છે.

અમરેલી SP હિમકર સિંહ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચની સૂચના આપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ.અલ્પેશ પટેલની ટીમ જાફરાબાદ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન માહિતી મળતા બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમને ઝડપી લીધો હતો.

જ્યારે બે ઈસમો રેડ દરમિયાન નાચી છૂટ્યા હતા. આરોપી પાસેથી નાની-મોટી વિદેશી બોટલમાં 351 જેટલી બોટલો રૂ.55,820 અને બે બાઈક મોબાઈલ સહિત કુલ રૂ.1,25,820નો મુદામાલ કબ્જે કરી તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધવામાં આવ્યો છે.

ભરત ઉકાભાઈ શિયાળ રેહવાસી ખત્રીવાડા તાલુકો ઉના જી.ગીર સોમનાથની ધરપકડ કરવામાં આવી છે અન્ય 2 આરોપી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખત્રીવાડાના રેહવાસી શિવા બાબુભાઇ શિયાળ,ધના બાબુભાઇ શિયાળ નામના આરોપી રેડ દરમિયાન ફરાર થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ આરોપીઓ દારૂ જાફરાબાદ વિસ્તારમાં અગાવ સપ્લાય કરી ગયા છે કે કેમ? દારૂ કોને આપવાનો હતો, આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.​​​​​​​