Gujarat

ઉનામાં તારક મહેતા ગોકુલધામ સોસાયટી થીમમાં ગણેશજી

ઉના : ચંદ્રકિરણ સોસાયટી મા કોળી સમાજ ના આગેવાન અલ્પેશ ભાઈ કાનજી ભાઈ બાંભણિયા ની આગેવાની હેઠળ ચંદ્ર કિરણ ગ્રુપ ના યુવાનો દ્વારા ચંદ્ર કિરણ કા રાજા ગણેશ ઉત્સવ ૨૦૨૪ ઉજવાઈ રહ્યો છે.

ગણપતિજી નો પંડાલ તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ની સિરિયલ નો ગોકુલ ધામ સોસાયટી ના થીમ આધારિત બેક ગ્રાઉન્ડ બનાવેલ છે. શ્રી, ગણેશજી ની મૂર્તિ ના પગ નીચે તેમનું વાહન મૂષક ઘંટડી વગાડતા હોય તે લોકો ને આકર્ષણ જમાવ્યું છે.

આ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ દિવસો દરમિયાન મટકી ફોડ ઉત્સવ, અન્નકૂટ, દાંડિયા રાસ, હવન, શ્રી, સત્યનારાયણની કથા, મહા આરતી યોજાશે તેમજ ૧૭ ના ગણેશ વિસર્જન ની શોભા યાત્રા મા સાંજે પકલાકે ત્રિકોણ બાગ થી શાહ એચ.ડી. હાઇસ્કુલ સુધી લાઈવ ડી.જે. મ્યુઝિક સાથે સુપ્રસિધ્ધ કલાકાર રાજલ બારોટ અને હિરલ રાવલ લોકગીતો ની રમઝટ બોલાવી લોકોને મનોરંજન આપે છે. ગોકુલધામ સોસાયટી થીમમાં ગણેશ મૂર્તિ પંડાલની તસ્વીર.