હમદર્દાને મીલ્લત સંચાલન ચાલુ વર્ષે સાયન્સ સ્ટડી સેન્ટરના સારા માર્કસ મેળવેલ તેમજ ત્રિમાસીક ટેસ્ટમાં સારું રીઝલ્ટ આપનાર વિઘાર્થીઓ અને વિઘાર્થીનીઓને મહેમાનો દ્રારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,
ચાલુ વર્ષે હમદર્દને મિલ્લતના ટ્રસ્ટીઓ દ્રારા ઘાંચી સ્વયં સંઘની બિલ્ડિંગ ખાતે શરુ કરવામાં આવી છે જેમાં 17 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે, જેમાં ચાર મુસ્લિમ વિઘાથીનીઓનો પણ સમાવેશ થાય છે, ઉપસ્થિત મહેમાનોએ વિધાર્થીઓનો વાલીઓને શિક્ષણ ક્ષેત્રે મોટીવેશન કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે ઉપસ્થિત રીઝવાન કોતલ સાહેબે વિઘાર્થીઓને સફળતા કેમ મેળવવી અને હાલના સમયમાં મોબાઈલના દુર ઉપયોગથી વિઘાર્થીઓએ બચી સમય બચાવવો જોઈએ તેમ જણાવ્યું હતું
એમ એમ ઈ ડબલ્યુ ના આચાર્ય હારુન સાહેબ જેઠવાએ મુસ્લિમ સમાજના વિઘાર્થીઓ વઘુમાં વઘુ ઉચ્ચ અભ્યાસ કરી પોતાની કારકિર્દી બનાવી સાથોસાથ સમાજ સેવા પણ કરે તે જરુરી તેમ જણાવ્યું હતું, આ પ્રસંગે ડો. ઈરફાન ગુજરાતીએ પોતાની સફળતા અને સંઘર્ષ ની વાત કરી માંગરોળમાં શિક્ષણ મેળવી સફળ થવા વિઘાર્થીઓને શીખ આપી હતી
ઉપસ્થિત મહેમાન ઈબ્રાહિમ ભાઈ પડાયાએ હમદર્દે મીલ્લતે શરુ કરેલ સાયન્સ સેન્ટર બદલ ટ્રસ્ટીઓ ને અભિનંદન આપી વિઘાર્થીઓ વઘુમા વઘુ લાભ લઇ તેમ જણાવ્યું હતું, કાર્યક્રમના અંતમાં ટ્રસ્ટ ના પ્રમુખ સૈયદ અહમદ હુશેન બાપુએ સૌકોઈ ઉપસ્થિત મહેમાન વાલીઓનું આભાર માની થોડા દિવસોમા હમદર્દ મિલ્લત પોતાની જગ્યાએ નવું સાયન્સ બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યું છે તેમ જણાવ્યું હતું, આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા હમદર્દને મિલ્લતના સેક્રેટરી હસનભાઈ વરામ અને સકીલ ભાઈ મુન્સી, એકતા ફાઉન્ડેશન ના કાસીબભાઈ સહીતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ,

