છોટાઉદેપુર જિલ્લા કલેકટરે સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને બોડેલીનો અધૂરો રસ્તો તાત્કાલિક બનાવવા માટે સૂચના આપતા અધિકારીઓ દોડતા થઈને રસ્તાની કામગીરી શરૂ કરી, બે કરોડથી વધુના ખર્ચ મંજુર થયેલ રસ્તો 300 મીટર બનતો ન હતો.

છોટાઉદેપુરના બોડેલીની સાત જેટલી સોસાયટીનો રસ્તો પંચાયત માર્ગ મકાન વિભાગ સંખેડા સબ ડિવિઝન દ્વારા ત્રણસો મીટરનો રસ્તો બનાવવાની કામગીરી દોઢ વર્ષ પછી શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી છે. જ્યારે કેટલાક નેતાઓ સોસાયટીના રસ્તાની કામગીરી અટકે તે માટે પ્રયાસો કરતા હતા. લોકો એ તે વખતે વિરોધ કરીને ભાજપ ના ઝંડા રોડ ઉપર મારી ને વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

જ્યારે એક વર્ષમાં અનેક વાર લોકો વિરોધ પ્રદર્શન કરતા સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગે 300 મીટર આરસીસી રસ્તાની અધૂરી કામગીરી અધુરી હતી. તે રસ્તાની કામગીરી શરૂ કરાવી છે. જ્યારે સ્થાનિક લોકો રસ્તાની કામગીરી શરૂ થતાં ખુશ છે. જ્યારે પંચાયત માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ ના જણાવ્યા મુજબ 10 થી 15 દિવસ ની અંદર રસ્તા ની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

