Gujarat

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા પહોચ્યા છોટાઉદેપુરના રાઠ વિસ્તારની મુલાકાતે

સાંસદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુરના રાઠ વિસ્તારના ચીસાડીયા જિલ્લા પંચાયતના સનાડા અને મોટી સડલી જિલ્લા પંચાયતના વિવિધ વિસ્તારોમાં લોકો સાથે સાંસદે બેઠક કરી.
છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા આજે છોટાઉદેપુરના રાઠ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર રાઠ વિસ્તારના ચીસાડીયા જિલ્લા પંચાયતના સનાડા અને મોટી સડલી જિલ્લા પંચાયતના વિવિધ વિસ્તારોમાં લોકો સાથે મુલાકાત લઈ લોકો સાથે સંવાદ કર્યો હતો.
હાલ ચાલી રહેલ ભાજપના સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત લોકો સાથે સાંસદે સંવાદ કરી લોકોને ભાજપના સદસ્ય બનાવ્યા હતા. અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ભાજપના સદસ્ય પણ બન્યા હતા. આ સાથે સાંસદ જશુભાઈ રાઠવાએ લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા હતા.
 
આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા સાથે તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ નાયકા, જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા,જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા,તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, પ્રદેશ મહિલા મોરચાના સભ્ય લીલાબેન રાઠવા,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા,ભાજપના નેતા રાજદીપભાઈ રાઠવા,જિલ્લા પંચાયતના સભ્ય લીલાબેન રાઠવા, સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને લોકો જોડાયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર