Gujarat

રાજકોટમાં કાલાવડ રોડ પર ખાડાઓનું પુરાણ કરીને માર્ગ સમથળ કરાયો

રાજકોટ શહેર તથા જિલ્લામાં અતિવૃષ્ટિ પછી તૂટી ગયેલા અનેક રસ્તાઓનું રિપેરિંગ હાથ ધરાયું હતું. રાજકોટ મહાનગર પાલિકા વિસ્તારમાં પણ રિપેરિંગ કરીને રસ્તાઓને સમથળ બનાવવામાં આવી રહ્યા છે.

રાજકોટ મહાનગરમાં સ્વામિનારાયણ મંદિરથી કાલાવડ રોડ પર પડેલા નાના-મોટા વિવિધ ગાબડાઓમાં કપચીથી પુરાણ કરીને રોડ રિપેર કરીને સમથળ બનાવવામાં આવ્યો છે. મંદિર સામેથી પસાર થતાં કાલાવડ રોડ પર આશરે ૬૯.૮૯ ચોરસ મીટરના ૧૦ જેટલા ખાડા-ગાબડાઓનું એક જ દિવસમાં રિપેરિંગ કરવામાં આવ્યું છે. જેનાકારણે વાહનચાલકો રાહત અનુભવી રહ્યા છે.