Gujarat

રાજકોટના ઢેબર રોડ પર પેવર બ્લોક દ્વારા પેચ વર્ક કરાયું

રાજકોટ શહેર તથા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે અનેક રસ્તાઓ તૂટી ગયા છે.આ તૂટી ગયેલા અનેક રસ્તાઓનું રિપેરિંગ હાથ ધરાયું હતું. જેમાં રાજકોટ મહાનગરના વોર્ડ નંબર ૧૮ મા ઢેબર રોડ વિસ્તારમાં વરસાદના કારણે પડી ગયેલા ખાડાઓ બૂરી દેવામાં આવ્યા હતા તેમજ જરૂર પડે ત્યાં પેવર બ્લોક તેમજ સિમેન્ટ પૂરીને ખાડા પૂરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લામાં પણ બાકી રહી ગયેલા વિસ્તારોમાં રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી છે.

ઢેબર રોડ રાજકોટ શહેરના મુખ્ય માર્ગોમાંનો એક અને અતિ વ્યસ્ત રોડ છે. ઢેબર રોડ પર પેચિગનુ કામ પૂર્ણ થતાં હજારો વાહનચાલકોને રાહત મળી છે.