Gujarat

ભાયાવદર નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન નિમિત્તે વિવિધ સ્થળોએ સાફસફાઈ કરાઈ

સ્વચ્છતા – આપણો અધિકારઆપણું સ્વાભિમાન

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની ભાયાવદર નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન નિમિત્તે વિવિધ સ્થળોએ સાફસફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરમાં ગંજીવાડા, પીપળા શેરી સહિતના વિસ્તારોમાં આવેલા મંદિરો, રોડ-રસ્તાને ચોખ્ખાંચણાક કરવામાં આવ્યા હતા.

આ તકે સૂકાં અને ભીના કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરાઈ હતી. સાફ-સફાઈની કામગીરી દરમિયાન ‘સ્વચ્છતા – આપણો અધિકાર, આપણું સ્વાભિમાન’ જેવા સૂત્રો દર્શાવતા બેનરો થકી સ્વચ્છતા રાખવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આમ, ભાયાવદર નગરપાલિકા દ્વારા સ્વચ્છતાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.