છોટાઉદેપુર નગર પાલિકા નગરજનોમાં સ્વચ્છતાને મુદે સંસ્કારોનું સિંચન કરવા હકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહી છે. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરના જુદાજુદા જાહેર સ્થળો અને બજારોમાં નુક્કડ નાટક યોજી લોકોને જીવનમાં સ્વચ્છતાનું મહત્ત્વ અને ગંદકીના દુષ્પરિણામો અંગે જાગૃતતા લાવવા પ્રયાસ કર્યો છે.

એસટી ડેપો, એસબીઆઈ નજીક તેમજ સરદાર બાગ પાસે બજારમાં નાટક થકી લોકોને જાહેરમાં કચરો ના ફેંકવા, ગમે ત્યાં ના થૂંકવા, સુકો અને ભીનો કચરો કેવી રીતે અલગ કરી શકાય અને તેનું શું મહત્વ છે. તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

