સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ હાલ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે. જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના વસેડી મુકામે ગ્રામ પંચાયત ખાતે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાએ સખીમંડળની બહેનો સાથે એક બેઠક યોજી હતી.

તાલુકા પંચાયતના પ્રમુખે બેઠક યોજીને સખી મંડળની બહેનો સાથે સંવાદ કર્યો હતો. અને તેઓએ વિવિધ મુદ્દાઓ પર તેઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ પ્રસંગે તમામે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અંતર્ગત શપથ લીધા હતા. આ પ્રસંગે તેઓની સાથે જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

