Gujarat

છોટાઉદેપુર ખાતે બાંબુ આર્ટિકલ મેકિંગની તાલીમ આપવામાં આવી. 

ઓમેગા મેડીટેશન સેવા ટ્રસ્ટ દ્વારા પંદર દિવસની તાલીમનું આયોજન 
છોટાઉદેપુર ખાતે ગુજરાત સરકારના સહયોગથી ઓમેગા મેડીટેશન સેવા ટ્રસ્ટ દ્વારા 15 દિવસની બાંબુ આર્ટીકલ મેકિંગની ચલાવવામાં આવે છે. જેનું સંચાલન અસમાબેન પઠાણ, (કાદરી) દ્વારા કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ૨૫ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં વર્ગખંડમાં મોટીવેશનલ સ્પીચ માટે BK ડો મોનિકા દીદી બ્રહ્મકુમારીઝ, છોટાઉદેપુર જિલ્લો ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડ હોલ્ડર BK રીમાં દીદી બ્રહ્માકુમારીઝ, પ્રભારી નંગલ ડેમ,પંજાબ BK હંસા દીદી બ્રહ્માકુમારીઝ પ્રભારી પાવીજેતપુર દ્વારા તાલીમ કાર્યક્રમની મુલાકાત અને તમામ લાભાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે મોટીવેશનલ સ્પીચ આપી ઉત્સાહિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર