આટકોટ નદીના ભાદર નદી કાંઠે કોઝવે પાસેનો રસ્તો નર્મદાની લાઈન નાખ્યા બાદ અત્યંત ખરાબ હાલતમાં હોય જેને રીપેર કરવા અંબાજી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરતુ તે રાબેતા મુજબ બહેરા કાને અથડાઇ પડી હતી.હવે આવતીકાલથી નવરાત્રી શરૂ થઇ રહી છે અને દુર દુરથી માઇભક્તો અંબાજી મંદિરે દર્શનાર્થે ઉમટશે તે ધ્યાને લઇને અંબાજી મંદિર મંડળે જ આ રસ્તો કામચલાઉ રીપેર કરવાની કામગીરી હાથ ધરવી પડી હતી.
આટકોટ ભાદર નદી કાંઠેના કાંઠે કોઝવે પાસેનો રસ્તો જે નર્મદાની લાઈન નાખ્યા બાદ રીપેર કરવામાં ન આવતા ગટરોના પાણી ભરાઈ જતા મસમોટા ખાડા પડી ગયા હોય એને કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર ધૂળ નાખી દેતા ગારા કીચડ થઇ જાય છે.
જેમાંથી બચવા વિદ્યાર્થીઓ પુર સંરક્ષણ દિવાલ પરથી ચાલવા મજબુર બની જાય છે અને તે રસ્તો જોખમી બની રહ્યો છે. અહીં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને આ રસ્તો સ્કૂલે જવા માટે ટૂંકો થતો હોય તેમ જ અંબાજી મંદિર તરફ જવાનો પણ આ રસ્તો હોય ત્યારે અંબાજી મંદિરના મંડળ દ્વારા નવરાત્રી આવતી હોય જેને લઇ આ રસ્તો રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિક લોકોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી તેમજ અંબાજી મંદિર મંડળનો આભાર માન્યો હતો. તંત્ર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી ન હોવાથી લોકોએ તંત્રને ફિટકાર વરસાવ્યો હતો કે જેમની જવાબદારી છે કે છટકી રહ્યા છે.
નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસે પણ ચાલવા જેવો માર્ગ ન હોય, તેમજ કોઝવે તૂટી ગયો હોય તેને રીપેરીંગ કરવામાં આવે અને લોકોને ચાલવા જેવો રસ્તો કરવામાં આવે તેવી લોકો ગામ પંચાયતના વહીવટદાર પાસે માંગણી કરી રહ્યા છે. હાલમાં રસ્તા ધોવાઈ ગયા છે, આવતી કાલથી નવરાત્રી શરૂ થઇ રહી છે અને ભાદર નદીના કોઝવે પર હજારો લોકોની અવર જ તે અવર-જવર થતી હોય છે. જો અહીં ટાસ નાખી દેવામાં આવે તો લોકોને સારી સુવિધા મળી રહે તેમ છે.

