Gujarat

ફુવાડવા રોડ ડી માર્ટ મોલ સામે રોડ ઉપરથી પતરાના બેરલોની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી રાજકોટ શહેર પી.સી.બી.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.સી.બી. ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના અધિકારીઓ/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન પી.સી.બી. પોલીસ સ્ટાફના પો.હેડ.કોન્સ. કરણભાઇ પ્રવિણભાઇ તથા પો.કોન્સ. વિજયભાઇ ઉકાભાઇ તથા યુવરાજસિંહ ધનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે કુવાડવા રોડ ડી માર્ટ મોલ સામે રોડ ઉપરથી પતરાના બેરલોની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.જેમાં

પકડાયેલ આરોપી:-નામ
(૧) રાજેશચંન્દ્ર અંબાલાલ સાલવી ઉ.વ.૩૦ રહેવાસી-ધનકપુરા ગામ તહેસીલ આમેટ જી.રાજસમદ (રાજસ્થાન)
(૨) ભવરલાલ જગદીશલાલ લોહાર ઉ.વ.૩૧ રહેવાસી-ગામ મોડકાનિમ્બાહેડા તહેસીલ માંડલ જી.ભીલવાડા (રાજસ્થાન)
મુદામાલ:- સાથે પકડી પાડેલ છે. જેમાં
(૧) 8 PM SPECIAL RARE WHISKY ના ૧૮૦ એમ.એલ. ના ચપલા નંગ-૭૨૦ કિ.રૂા.૭૨,૦૦૦/-
(૨) નાના મોટા પતરાના બેરલ નંગ-૩૩ તથા ચોરસ કબાટ નંગ-૧૬ કિ.રૂા.૨૬,૯૦૪/-
(૩) મહીન્દ્રા પીક અપ વાહન નંબર-આર.જે.૩૦.જી.બી.૦૮૭૩ કિ.રૂા.૫,૦૦,૦૦૦/-
(૪) મોબાઇલ ફોન-૧ કિ.રૂા.૫૦૦/- મળી કુલ કિ.રૂા.૫,૯૯,૪૦૪/- નો મુદામાલ આ સમગ્ર સ્ટિંગ ઓપરેશન માં  કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ માં પી.સી.બી. ઇ/ચા પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.જે.હુણ, પી.બી.ત્રાજીયા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, મહિપાલસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગૌસ્વામી, ગીરીરાજસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.કોન્સ. વિજયભાઈ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઈ સોલંકી, વાલજીભાઇ જાડા સહીત નાઓ એ કડક સખ્ત કાર્યવાહી કરેલ હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ