Gujarat

અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકોનું જિલ્લા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને કલા ઉત્સવમાં ઉત્તમ પ્રદર્શન

છોટાઉદેપુર જિલ્લાની અછાલા શ્રેષ્ઠ ઉચ્ચ પ્રાથમિક શાળાના બાળકોએ છોટાઉદેપુર જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સર્જનાત્મક પ્રવૃત્તિઓ, લગ્નગીત, લોક નૃત્ય, સમુહ ગીત , એકપાત્ર અભિનય, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓમાં ૨૮જેટલાં બાળકોએ ભાગ લીધો હતો,વિભાગ અ માં સર્જનાત્મક પ્રવૃત્તિમાં રાઠવા અક્ષીતાબેન રાજેશભાઈ પ્રથમ નંબર, લગ્ન ગીત સ્પર્ધામાં રાઠવા રાજેશ્વરી બેન રાકેશભાઈ પ્રથમ નંબર, ખુલ્લા વિભાગમાં નાયકા કાજલબેન એસ પ્રથમ નંબર મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના બાળકો રાજ્યમાં  ઝોનકક્ષાએ અંકલેશ્વર ભરૂચ મુકામે ભાગ લેવા જશે.
સી.આર.સી કક્ષાના”કલા મહોત્સવ ” 2024 માં ચિત્રસ્પર્ધા, સંગીત વાદનસ્પર્ધા સંગીત ગાયનસ્પર્ધા , બાળ કવિ સ્પર્ધા જેવી “ગરવી ગુજરાત” થીમ પર સ્પર્ધાઓ યોજવામાં આવી. જેમાં અછાલા શ્રેષ્ઠ  પ્રાથમિક શાળાના બાળકોએ  ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.
 ચિત્ર સ્પર્ધામાં રાઠવા મિશાબેન નરસિંહભાઈ પ્રથમ નંબર ,સંગીત વાદન સ્પર્ધામાં નાયકા વિષ્ણુકુમાર એસ તૃતીય નંબર,સંગીત ગાયન સ્પર્ધામાં કાજલબેન એસ પ્રથમ નંબર, બાળ કવિ સ્પર્ધામાં રાઠવા પીકાબેન હેમસિંગભાઈ પ્રથમ નંબર મેળવી શાળાનું નામ રોશન કરેલ છે.
ઉપરોક્ત બાળકોને સી.આર.સી કો.ઓડીનેટરશ્રી હિરેનભાઈ પંચાલ દ્વારા પ્રથમ નંબરે વિજેતા થનારને 300 રૂપિયા અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત  કરવામાં આવ્યા હતા.બાળકોએ શાળા , ગામ,તાલુકા, જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ એસએમસી અછાલા ,સી.આર.સી.શ્રી , શાળા પરિવાર દ્વારા શુભ કામનાઓ પાઠવામાં આવી હતી. માર્ગદર્શક વર્ષાબેન પટેલ પ્રવીણ કુમાર પટેલિયા, માધવભાઈ, ગોવિંદભાઈ, અમીનભાઈ, સંજયભાઈ ભાવેશભાઈ, ચેતનભાઈ ચોટારા, સુરતાબેન, ખુશીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર