Gujarat

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર દ્વારા ગર્ભસંસ્કાર કેમ્પ યોજાયો હતો

સાવરકુંડલા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર નિઃશુલ્ક પણે દર્દી નારાયણની સેવા માં કાર્યરત છે જેમાં અલગ અલગ વિભાગના વિઝીટિંગ ડોકટરોનો દર્દી નારાયણને બહોળી સંખ્યામાં સેવાનો લાભ મળી રહયો છે.
આ દરમિયાન વધુ મુંબઈના પ્રખ્યાત ગર્ભ સંસ્કાર સ્પેશિયાલિસ્ટ ડો.સુભાષ ધવળે દ્વારા ગર્ભ સંસ્કાર કેમ્પ યોજાયો હતો જેમાં સગર્ભા બહેનો તથા ગર્ભ રાખવા ઈચ્છતી બહેનો માટે ગર્ભ સંસ્કાર વિષેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના કાર્યરત ગાયનેક ડો.વંદિતાબેન સલાટ તથા  આયુર્વેદિક વિભાગના વડા ડો. કોમલ કટારીયા દ્વારા પણ કેમ્પમાં ઉપસ્થિત બહેનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કેમ્પ માં ૩૦૦ થી  વધુ બહેનોએ લાભ લીધો.તેવું આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો. પ્રકાશ કટારીયાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું
બિપીન પાંધી