સાવરકુંડલા બ્રહ્મસમાજમાં બ્રહ્મસેના દ્વારા આયોજિત શક્તિનવરાત્રિ મહોત્સવમાં ભક્તિના ધામધૂમ સાથે સાંસ્કૃતિક રંગો છવાઈ ગયા છે. છેલ્લા ૧૩ વર્ષથી સતત આયોજિત આ મહોત્સવમાં આ વર્ષે પણ બ્રહ્મબંધુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
નવરાત્રિના પ્રથમ દિવસે આ મહોત્સવ મુખ્ય દાતા દુષ્યંતભાઈ મનોજભાઈ ત્રિવેદી (એડવોકેટ) પરિવાર સાથે માતાજીની આરતી-પૂજા કરીને મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. દરરોજ સાંજે ભૂદેવ દ્વારા વિશેષ પૂજા અને આરતી સાથે માતાજીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં દાતાશ્રીઓ, આગેવાનો અને તમામ બ્રહ્મબંધુઓ માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માતાજીની આરાધના અને ઉપાસના કરી રહ્યા છે.
આ ઉત્સવ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સમાજલક્ષી કાર્યો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યો છે. બ્રહ્મસેના દ્વારા વર્ષ દરમિયાન અનેક સમાજલક્ષી કાર્યો હાથ ધરવામાં આવે છે. આ કાર્યને સફળ બનાવવામાં યુવાનો અને વડીલો બંને સમાન રીતે જોડાઈ રહ્યા છે.
બ્રહ્મસેના સાવરકુંડલાના પ્રમુખ કિરીટભાઈ મહેતા, માર્ગદર્શક ચિરાગભાઈ આચાર્ય અને પ્રોજેક્ટ કન્વીનર વિશ્વાસભાઈ દવે તથા ઉપપ્રમુખ પુનીતભાઇ જોષી, મંત્રી મનીષભાઈ દવે તથા સમગ્ર ટીમને આ ઉત્સવને સફળ બનાવવા માટેની જહેમત બદલ વડીલો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે
બિપીન પાંધી