Entertainment

આંસુ રોકાયા નહીં, પોતાની જાતને રૂમમાં બંધ કરી દીધી અને…

આલિયા ભટ્ટ આ દિવસોમાં પોતાની કરિયરના ટોપ પર છે. અભિનેત્રી પૂરજોશમાં ફિલ્મો કરી રહી છે. તેની લેટેસ્ટ ફિલ્મ ‘જિગરા’ 11 ઓક્ટોબરના રોજ રીલિઝ થઈ રહી છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે સંજય લીલા ભણસાલી આલિયા ભટ્ટ અને સલમાન ખાન સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ ‘ઇન્શાલ્લાહ’ હતું.

આ જાહેરાત બાદ ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા અને બંને કલાકારોને પડદા પર સાથે જોવા માંગતા હતા. પરંતુ કોઈ કારણસર આ ફિલ્મ સ્થગિત થઈ ગઈ જેણે ચાહકોના દિલ તોડી નાખ્યાં. પરંતુ તમને જણાવી દઈએ આ ઘટનાથી દિલ માત્ર માત્ર ચાહકોનાં જ નહોતાં તૂટ્યા. આલિયા ભટ્ટ પણ સલમાન ખાન સાથેની તેની ફિલ્મ કેન્સલ થવાથી ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી.

સંજય લીલા ભણસાલીએ હોલિવુડ રિપોર્ટર ઈન્ડિયાને આપેલા તેમના લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો છે. સંજય લીલા ભણસાલીએ જણાવ્યું કે જ્યારે ‘ઈન્શાલ્લાહ’ ફિલ્મ બંધ થઈ ત્યારે આલિયા ચોંકી ગઈ હતી. તેણે કહ્યું કે તેનું બ્રેકડાઉન થયું છે. તેણી ખૂબ રડી અને ચીસો પાડી હતી ત્યાર બાદ તેણે પોતાને રૂમમાં બંધ કરી દીધી હતી.

જો કે, સંજય લીલા ભણસાલીએ કહ્યું કે માત્ર એક અઠવાડિયા પછી તેણે આલિયા ભટ્ટને ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં મુખ્ય ભૂમિકાની ઓફર કરી હતી. આલિયા આ સમયે મૂંઝવણમાં હતી કે તે આ રોલ કરી શકશે કે નહીં? પણ પછી ભણસાલીના માર્ગદર્શનથી તેણે કમાઠીપુરાની ગંગુબાઈનું પાત્ર કેપ્ચર કર્યું.