રાજકોટ જિલ્લા ખાતે “વિકાસ સપ્તાહ”ની ઉજવણીના ભાગરૂપે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના કર્મયોગીઓએ “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સુત્રને સાર્થક કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષ ૨૦૦૧માં ૭મી ઓક્ટોબરે શપથ લઈને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને આજે તેઓ ભારતના વડાપ્રધાન તરીકે દેશને વિકસિત દેશ બનાવવા સતત મહેનત કરી રહ્યા છે. આ સંદર્ભમા ગુજરાતમાં ૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ”નું આયોજન કરવામાં આવ્યું છે, જે અન્વયે યુવા સશક્તિકરણ દિવસ, સુશાસન દિવસ, ઉદ્યોગ સાહસિકતા દિવસ, પોષણ આરોગ્ય દિવસ તથા પ્રાકૃતિક ખેતી દિવસ જેવા વિશેષ દિવસોની ઉજવણીનું આયોજન કરાશે.
આ શપથ ગ્રહણમાં સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેશ મોડાસીયા, સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોશીપુરા, શ્રી રાધિકાબેન વ્યાસ, શ્રી પ્રિયંકાબેન પરમાર, શ્રી પારૂલબેન આડેસરા, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી નિલેશભાઇ વાઘેલા, અધિક્ષકશ્રી રજાક ડેલા, તથા કચેરીના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.