Gujarat

સુરતમાં સાઇબર ફ્રોડ ટોળકીને કીટ સપ્લાય કરનાર લોકોની ધરપકડ કરવામાં આવી

સુરત પોલીસે સાઇબર ફ્રોડ ટોળકીને કીટ સપ્લાય કરનારા હીરા દલાલની ધરપકડ કરી છે. રાહિત ઉર્ફે આર.કે. વાવડિયાએ બેન્ક ખાતુ ખોલાવ્યુ હતુ. તેણે બોગસ બેઢીના નામે બેન્ક ખાતુ ખોલાવ્યું હતું. સુરતમાં સાઇબર ફ્રોડ ટોળકીને કીટ સપ્લાય કરનારની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસે સાઇબર ફ્રોડ ટોળકીને કીટ સપ્લાય કરનારા હીરા દલાલની ધરપકડ કરી છે. રાહિત ઉર્ફે આર.કે. વાવડિયાએ બેન્ક ખાતુ ખોલાવ્યુ હતુ.

તેણે બોગસ બેઢીના નામે બેન્ક ખાતુ ખોલાવ્યું હતું. ભાડાના બેન્ક ખાતામાં ટોળકી સાઇબર ફ્રોડ કરતી હતી. પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવવાના પગલે સુરત પોલીસની એસઓજીએ એન્જલ સ્કવેરમાં દરોડા પાડ્યા હતા. ઓનલાઇન કાપડની આડમાં ચાલતા સાઇબર ફ્રોડનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં અગાઉ પણ ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ ચાર શખ્શોની ધરપકડ પછી પૂછપરછમાં મુખ્ય આરોપી તરીકે રાહિતનું નામ સામે આવ્યું હતું.

આરોપીઓની પોલીસે તેની આગવી શૈલીમાં પૂછપરછ કરતાં મુખ્ય આરોપી તરીકે રાહિતનું નામ સામે આવ્યું હતુ. સુરત એસઓજીએ ઉત્રાણ વીઆઇપી સર્કલ નજીક આવેલા એન્જલ સ્કવેરમાં એસઓજીએ છાપો માર્યો હતો. જ્યાંથી ઓનલાઇન કાપડની આડમાં ચાલતા સાઇબર ફ્રોડના ગુનાનો પર્દાફાશ થયો હતો.

અગાઉ હિરેન મોવલિયા, મેહુલ વીઠાણી અને પરેશ બરવાલિયા ઉપરાંત પ્રતીક જાેગટિયાની ધરપકડ કરી હતી. જાે કે આરોપીઓની ધરપકડ પછી પણ પોલીસે તપાસ જારી રાખી છે. પોલીસનું માનવું છે કે આ કેસમાં હજી બીજા ઘણા ફણગા ફૂટી શકે છે. તેથી તેણે તપાસ જારી રાખી છે.