ગુજરાત વિકાસ યાત્રાને અવિરત રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાનાં ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા દરવર્ષે સમગ્ર રાજ્યમાં ૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. તે અંતર્ગત આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે અધિકારીઓ અને કર્મચારીઓ એ દેશનાં સમૃદ્ધ વારસાનુ ગૌરવ અને દેશના બંધારણીય મૂલ્યોનુ જતન કરવા, ધર્મ જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી બંધુતાની ભાવના સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા દેશના વિકાસ અને કલ્યાણ માટે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

