Gujarat

સુરતમાં BRTS નાં રેલિંગ કૂદનાર બાઇક ચાલક સાથે અથડાતા બંનેનાં મોત

ગંભીર માર્ગ અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. આ સાથે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. હવે સુરતના સરથાણામાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે જેમાં બે યુવકોના મોત થયા છે. સુરતના સરથાણા વિસ્તારમાં BRTS રૂટ પર સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. ગંભીર માર્ગ અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે.

આ સાથે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. હવે સુરતના સરથાણામાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે જેમાં બે યુવકોના મોત થયા છે. સુરતના સરથાણા વિસ્તારમાં મ્ઇ્‌જી રૂટ પર સર્જાયેલા અકસ્માતમાં બે યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. સરથાણા બીઆરટીએસ રૂટ પર રેલિંગ કૂદીને ભાગી રહેલો યુવાન આ રૂટ પર બાઇક સાથે અથડાયો હતો. ત્યારે બાઇક સવાર યુવક BRTS રોડ ક્રોસ કરી રહેલા રાહદારી સાથે અથડાયો હતો.

આ અકસ્માતમાં બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ૧૯ વર્ષનો યુવક સાહિલ પૂરપાટ ઝડપે બાઇક લઈને BRTS રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેમાં ૩૮ વર્ષીય BRTS રેલિંગ જમ્પર દિનેશ રાણાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક બાઇક સવાર ૧૯ વર્ષીય સાહિલ તેના માતા-પિતા સાથે ઉમરપાડામાં રહેતો હતો અને સાડીના કારખાનામાં કામ કરતો હતો. કુડનારમાં BRTS રેલિંગ ૩૮ વર્ષીય દિનેશ રાણા બનાસકાંઠાનો રહેવાસી છે અને સુરતના ડાયમંડ નગરમાં ચાની હોટલ ચલાવે છે.

દિનેશ રાણાને પત્ની અને એક પુત્રી છે. બાઇક ચાલક સાહિલ વસાવાએ બીઆરટીએસ રેલિંગ સવાર દિનેશ રાણાને ટક્કર મારતાં બંનેના મોત થયા હતા. સરથાણા પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત બાદ બંને મૃતકોના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે તેમ છતાં અનેક વાહનચાલકો બીઆરટીએસ રૂટમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અકસ્માતોને આમંત્રણ આપે છે. ત્યારે બીઆરટીએસ રૂટ મોતનો માર્ગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. બીઆરટીએસ રૂટ પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, પરંતુ લોકો હજુ પણ આ અંગે જાગૃત નથી.