Gujarat

ઓમર અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા, સરકાર રચવાનો દાવો રજૂ કરશે

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી મેળવ્યા બાદ, નેશનલ કોન્ફરન્સે, આજે ગુરુવારે સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટ્યા હતા. ઓમર અબ્દુલ્લા ટૂંક સમયમાં રાજભવન જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ૯૫ સભ્ય સંખ્યા ધરાવતી જમ્મુ કાશ્મીર વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સે ૪૨ બેઠકો જીતી છે અને ૪ અપક્ષ સભ્યોએ ટેકો જાહેર કર્યો છે.

જ્યારે નેશનલ કોન્ફરન્સના સહયોગી પક્ષ એવા કોંગ્રેસે આ ચૂંટણીમાં છ બેઠકો જીતી છે, જ્યારે તેના અન્ય સહયોગી ઝ્રઁૈં(સ્)એ એક બેઠક જીતી છે. આમ નેશનલ કોન્ફરન્સને કુલ ૫૩ ધારાસભ્યોનો ટેકો પ્રાપ્ત છે. જાે કે નેશનલ કોન્ફરન્સ પાસે વિધાનસભામાં બહુમતી છે, પરંતુ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, તેઓ કોંગ્રેસના સમર્થન પત્રની રાહ જાેઈ રહ્યા છે અને તે પછી તેઓ રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. ગુરુવારે નેશનલ કોન્ફરન્સ વિધાનસભા પક્ષની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા હાજર હતા. બેઠક બાદ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે ગુરુવારે પાર્ટી ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી ઓમર અબ્દુલ્લાને પોતાના નેતા તરીકે પસંદ કર્યા હતા. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે સરકારની રચનાની પ્રક્રિયાને આગળ વધારવા માટે શુક્રવારે પૂર્વ ચૂંટણી ગઠબંધન ભાગીદારોની બેઠક થશે. તે બેઠક બાદ સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં આવશે.

અગાઉ, નેશનલ કોન્ફરન્સ (દ્ગઝ્ર) ના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ સવારે નવા-એ-સુબામાં પાર્ટીના મુખ્યાલયમાં તેમના નેતાની પસંદગી કરવા માટે બેઠક યોજી હતી. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે સરકારની રચનાની પ્રક્રિયાને આગળ વધારવા માટે શુક્રવારે પૂર્વ ચૂંટણી ગઠબંધન ભાગીદારોની બેઠક થશે. તે બેઠક બાદ સરકાર રચવાનો દાવો રજૂ કરવામાં આવશે. અગાઉ, નેશનલ કોન્ફરન્સ (દ્ગઝ્ર) ના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ સવારે નવા-એ-સુબામાં પાર્ટીના મુખ્યાલયમાં તેમના નેતાની પસંદગી કરવા માટે બેઠક યોજી હતી.