Gujarat

કુંડલા તાલુકા ગ્રામ સેવા મંડળ સંચાલિત લોકશાળા ખડસલીમાં સજીવ ખેતી….આજના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના યુગમાં પ્રાકૃતિક ખેતી એક અનોખી ઓળખ પ્રસ્થાપિત કરે છે

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ પશુપાલન પોલિટેકનિક કોલેજ આવેલ છે જેમાં ખેતી શાકભાજી સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં શાકભાજી ભીંડો દૂધી ડુંગળી ગુવાર તુરીયા બીટ જેવા શાકભાજી સંપૂર્ણ ઓર્ગેનિક સિસ્ટમથી તેમજ પિયત પદ્ધતિ પણ ટપક સિંચાઈ દ્વારા કરવામાં આવે છે
જેમાં બીજા મૃત પંચામૃત ,ગૌમૂત્ર, છાશ, છાણ, રાખ જેવી વસ્તુનો છંટકાવ કરી ઉત્પાદન મેળવવામાં આવે છે આ શાળા શ્રમ સાથે શિક્ષણ આપવામાં આવતું હોય છે અને આ તમામ ઓર્ગેનિક વિદ્યાર્થીઓને તેમજ શાળાના સ્ટાફમાં વપરાતા હોય છે દરરોજ ૫૦ થી ૬૦ કિલો શાકભાજી ઉતારવામાં આવતું હોય છે. આ ભગીરથ કાર્યમાં શાળાના ઇન્ચાર્જ નાનજીભાઈ મકવાણા તેમજ હરેશભાઈ પંડ્યા તેમજ ગોવાભાઈ ગાગિયા તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનોના સહકારથી ભારે સફળતા મળી રહી છે
 
ઉડીને આંખે વળગે તેવી નોંધનીય બાબતો જેવી કે
(૧)કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા વિનાની ખેતી…
(૨)આ શાળાના શિક્ષકો શિક્ષણ સાથે શ્રમની જવાબદારી સંભાળી રહ્યા છે
(૩) વિદ્યાર્થીઓ પણ શ્રમ સાથે શિક્ષણ લઈ રહ્યા છે
(૪) વિદ્યાર્થીઓને સંસ્કાર, શિક્ષણ, જીવનોપયોગી પાયાનો ઘડતરનો મજબૂત આધારસ્તંભ આ સંસ્થામાં પ્રાપ્ત થાય છે. એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું.
બિપીન પાંધી