Sports

ICC હોલ ઑફ ફેમમાં સામેલ થવા પર સૌથી પ્રતિભાશાળી ક્રિકેટર ગણાવ્યો; કૂક અને નીતુનો પણ સમાવેશ

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટર એબી ડી વિલિયર્સ માટે પત્ર લખ્યો છે. કોહલીએ આ પત્ર ડી વિલિયર્સને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા બાદ લખ્યો હતો. ડી વિલિયર્સને બુધવારે ઇંગ્લેન્ડના દિગ્ગજ એલિસ્ટર કૂક અને ભારતની નીતુ ડેવિડ સાથે ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

આ પત્ર ICC દ્વારા જારી કરવામાં આવ્યો છે, જેમાં કોહલીએ IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના તેના ભૂતપૂર્વ સાથીદારની પ્રશંસા કરી છે.

કોહલીએ લખ્યું, ‘તમે તમારા સ્થાનને સંપૂર્ણપણે લાયક છો. આખરે, હોલ ઓફ ફેમ રમત પરની તમારી અસરને રજૂ કરે છે અને તમારું યોગદાન ખરેખર મહાન રહ્યું છે. લોકો હંમેશા તમારી ક્ષમતા વિશે વાત કરતા આવ્યા છે અને તે યોગ્ય પણ છે. તમે સૌથી પ્રતિભાશાળી ક્રિકેટર છો જેની સાથે હું રમ્યો છું, તમે ચોક્કસપણે નંબર વન છો.’