ગીરગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામે માધ્યમિક શાળાનું ખાતમુર્હુત અને પ્રાથમિક શાળાનું લોકાર્પણ ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા તાલુકા પંચાયતના હોદેદારો, સરપંચ, આગેવાનો, શિક્ષકો, વિધાર્થીઓ સહિતનાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉના તથા ગીરગઢડા તાલુકાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ ગીરગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામે રૂ.80 લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના 4 ઓરડાઓનું લોકાર્પણ તેમજ રૂ.2 કરોડ 16 લાખનાં ખર્ચે તૈયાર થનાર માધ્યમિક શાળાના બિલ્ડિંગનું ખાતમૂહુર્ત આજરોજ ઉનાના માનનીય ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે જીલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંધરા, ગીર સોમનાથ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાભી, જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક, ગીરગઢડા તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખનાં પ્રતિનિધી ભીખાભાઈ કીડેચા, સરપંચ જયદીપસિંહ ગોહિલ તેમજ આગેવાનો અને શિક્ષકગણ વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા.

