તાજેતરમાં આર્મીયુનિટ દ્વારા જાહેર થયેલ અગ્નિવીર પરીક્ષામાં ઉનાની એચ.એમ.વી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એન.સી.સી. વિભાગના 15 વિદ્યાર્થીઓ પાસ થતા હવે દેશના સીમાગની રક્ષા માટે જશે.
આ પરીક્ષામાં ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓમાં આનંદ ડી ચારણીયા (કંસારી), ભગીરથ બાંભણીયા (ઉમેજ), ચેતન એમ ચૌહાણ (કેસરીયા), ચૌહાણ શૈલેષ એમ(કેસરીયા), હસમુખ ડી ગોહીલ(સનખડા), વિપુલ જી ગોહીલ (ઉમેજ), અજય જે બાંભણીયા (રોહિસા), રામજી એ સાંખટ (રોહિસા), હરદેવ વી વાળા (ઉમેજ), યુવરાજસિંહ ગોહીલ (સનખડા), અક્ષત એ ઝણકાટ (આલીદર), સિલોત દિપક કે(મોટા ડેસર), વિનોદ વી બારડ (મોટા ડેસર), રવિ જે મોરી (ડોળાસા), પાર્થ આર ડાભી (દેલવાડા) આ સિધ્ધિના માર્ગ દર્શક એન.સી.સી ઓફીસર મેજર પી. એમ. ધાંધલા અને પાસ થયેલ એન.સી.સી. કેડેટસને 8 ગુજરાત બટાલિયનના કર્નલ એસ પિલાઈ તેમજ કોલેજના ટ્રસ્ટી મંડળ તેમજ સ્ટાફ મેમ્બર્સએ અભિનંદન પાઠવી તેમની આ સિધ્ધિને બિરદાવેલ હતી. અત્રે એ યાદ આપવી જરૂરી છે કે એચ. એમ.વી કોલેજના આશરે 200 થી વધારે વિદ્યાર્થીઓ ભારતીય આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે. તે ઉના તાલુકાના વિસ્તારના લોકો માટે ગૌરવની વાત છે.

