લગભગ એક દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં વાતાવરણમાં ભારે ઉકળાટ બાદ ઠંડક પ્રસરી જવા પામી.
સાવરકુંડલા શહેરમાં આજરોજ બપોરે સાડા બાર આસપાસ એક કલાક સુધી જોરદાર વરસાદ ખાબક્યો. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી.. લોકો પણ આ અણધાર્યા વરસાદથી અવગત ન હોવાથી ચારેકોર રસ્તા પર ભીંજાતા જોવા મળ્યા તો વળી સાવરકુંડલા શહેરની મેઈન બજારમાં પાણીના ધસમસતા પ્રવાહમાં લોકોના ચંપલ તણાતાં રમૂજ સર્જાઈ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો. આમ ખેડૂતોને તો આ વરસાદને કારણે ખેતરમાં પડેલ પાક નિષ્ફળ જતાં મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો..
ચારે બાજુ પાણી પાણી થતાં મોટર સાયકલ સવાર લોકોના વાહનો પૂરપાટ ઝડપે દોડતાં શહેરમાં દુકાનો પાસે ઉભેલા ગ્રાહકોના કપડાં રસ્તા ઉપર વહેતા ગંદા પાણીથી લથબથ થતા જોવા મળેલ..
અરે અમુક દુકાનદારને પણ આ મોટરસાયકલ સવારો પૂરપાટે વેગે વાહનો ચલાવતાં વેપારીઓના કપડાં પણ ભીંજવી દેતા જોવા મળેલ.
બિપીન પાંધી સાવરકુંડલા

